પેપર કપના પ્રતિબંધને લઈ છેડાયો વિવાદ, જાણો આ નિર્ણય અંગે શું કહ્યું અમદાવાદના મેયરે...


  • Published By :
  • Published Date : 2023-01-20 09:50:33

ચાની કીટલી પર વપરાતા પેપ કપ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કીટલી પર પેપર કપ મળી આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે .પરંતુ પ્રતિબંઘ અમલી થાય તેના એક દિવસ પહેલા અમદાવાદના મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું કે આવો કોઈ ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી. માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  


પેપર કપ મળશે તો લેવાશે કડક પગલા  

આરોગ્ય માટે ખરાબ હોવાને કારણે ચાની કિટલી પર વપરાતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પેપર કપને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેને પગલે પેપર કપના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરની સૂચના પેપર કપનો ઉપયોગ કરતી કિટલીને સીલ કરવા સુધીની તૈયારીઓ બતાવામાં આવી છે. 

Ahmedabad: WhatsAppના DPમાં મેયર Kirit Parmarનો ફોટો સેટ કરીને અધિકારીઓને  ગાળો ભાંડી - unknown number set pic of mayor kirit parmar and use indecent  language with officers - I am Gujarat

અમને પૂછીને નિર્ણય લેવાયો નથી - અમદાવાદ મેયર 

પરંતુ પ્રતિબંધ લાગુ થાય તેની પહેલા અમદાવાદના મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આવો ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.  વધુમાં તેમણે કહ્યું હતું કે કમિશ્નર રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને યોગ્ય લાગ્યુ એટલે નિર્ણય લેવાયો. પરંતુ સત્તાધારી પક્ષને આ નિર્ણય અંગે જાણ કરવામાં ન આવી હતી અને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ નિર્ણયને લઈને વિવાદ છેડાઈ ગયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે