સુરત કોર્પોરેટરના ઘરના ધાબા પર બાંકડા દેખાતા સર્જાયો વિવાદ! આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરે ગ્રાન્ટના ત્રણ બાકડાનો વીડિયો વાયરલ થયો!


  • Published By :
  • Published Date : 2023-06-08 16:39:22

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા માટે લાવવામાં આવતા બાંકડા કોર્પોરેટરના ધાબે જોવા મળતા વિવાદ સર્જાયો છે. સુરત શહેરના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા વિવાદમાં આવ્યા છે. પાલિકાના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જતા રહેલા કાપોદ્રાના કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણાએ પોતાના ઘરની અગાસી પર પોતાના નામના જ બાંકડા મુક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. 


ઘરની અગાસી પર બાંકડો દેખાતા છેડાયો વિવાદ!

સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બતાવી દાવો કરાઈ રહ્યો છે કે કાપોદ્રાના કોર્પોરેટરે પોતાના ઘરની અગાસી પર બાંકડો મૂક્યો છે જે સામાન્ય લોકો માટે લાવવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી પાલિકામાં ચૂંટાઈ આવી હતી ત્યારે કોર્પોરેટરોએ નક્કી કર્યું હતું કે ગ્રાન્ટના રુપિયા બાંકડામાં નહીં વાપરવામાં આવે પરંતુ તે વાત ખોટી સાબિત થઈ હતી. આપમાંથી ભાજપમાં ગયેલા વોર્ડ નં ચારના કોર્પોરેટરના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંકડા તેમના ઘરના ધાબા પર જોવા મળી રહ્યા છે. 


આ મામલે કોર્પોરેટરે આપ્યો જવાબ!

જ્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બાંકડા સોસાયટીના નામે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે બાંકડાને ધાબા પર મૂકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બાંકડા ધાબા પર મૂકાયા હતા. વીડિયો બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે