કોરોનાને લઈ આવ્યા રાહતના સમાચાર


  • Published By :
  • Published Date : 2022-12-02 14:39:40

દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ 2020 બાદ પ્રથમ વખત દેશમાં કોરોના કેસનો સૌથી આંકડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 275 કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

શું કોરોના વાઇરસ વધારે ખતરનાક બનતો જઈ રહ્યો છે? - BBC News ગુજરાતી

ઓછા લોકો થઈ રહ્યા છે કોરોના સંક્રમિત

કોરોના મહામારીએ દેશમાં તેમજ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. એક સમયે હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોનાની ઝપેટમાં આવતા અનેક લોકોના મોત પણ થતા હતા. મૃત્યુ આંક પણ સતત વધતો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કોરોના અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનું જોર ઘટી રહ્યું છે. ઓછા લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 275 લોકો કોરોના સંક્રમિત થયા છે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે