અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા AMC એક્શન મોડમાં, તંત્રએ શું નિર્ણય લીધો, જાણો


  • Published By :
  • Published Date : 2023-03-28 17:18:25

ગુજરાતમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યો છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ તો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. આ જ કારણે અમદાવાદ AMCએ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. 


AMCનો ટેસ્ટિંગ વધારવાનો આદેશ


અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. શહેરમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરનાં છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.


રાજ્યમાં ફરી કેસ વધ્યા


ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા હતા. જ્યારે 149  દર્દીઓ સાજા થયાં હતા. જો કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. 


ગુજરાતમાં 6 દર્દીના મોત


ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા થઈ ગયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે