દેશમાં વધી રહ્યા છે કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સંક્રમિત, કેન્દ્રએ 6 રાજ્યોને સતર્ક રહેવા કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-17 11:44:22

દેશમાં વધી રહેલા કોરોના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે. કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાર મહિનામાં પહેલી વખત 16 માર્ચના રોજ સૌથી વધારે કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરૂવારે 754 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી ગઈ છે. તે ઉપરાંત H3N2 ના કેસમાં પણ વધારો થતા તેની પર પણ નજર રાખવામાં આવી રહી છે. 


એક દિવસમાં નોંધાયા આટલા કેસ 

એક સમયે કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ દેશ પર ફરી એક વખત કોરોના સંકટ તોડાઈ રહ્યું છે. ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 16 માર્ચના રોજ કોરોનાના 754 કેસ નોંધાયા છે. વધતા કેસને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને એક્ટિવ રહેવા સૂચના આપી દીધી છે. દેશમાં એક્ટિવ સંક્રમિતોનો આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે.


6 રાજ્યોને કેન્દ્ર સરકારે કર્યા એલર્ટ 

વધતા કેસોને લઈ કેન્દ્ર સરકારે 6 રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ તેમજ કેરળને સતર્ક રહેવા જણાવ્યું છે. કોરોનાની સાથે સાથે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 100થી વધારે  કેસ નોંધાયા હતા. વધતા જતા કેસોને લઈ સરકાર પણ સંભવિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે