ગુજરાતમાં કોરોનાના નવા 316 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ, 10 દર્દીઓ વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-03-28 20:05:48

ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે સરકારથી લઈને સામાન્ય માણસની ચિંતા ફરી વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 316 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 111 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 189 દર્દીઓ સાજા થયા છે અને 10 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.


કોરોનાના કુલ 1,976 એક્ટિવ કેસ


રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 1,976 દર્દીઓ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1966 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,053 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.99 ટકા છે.


111 કેસ સાથે અમદાવાદ મોખરે 


રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. તે ઉપરાંત સુરત કોપોરેશન-26, રાજકોટ કોપોરેશન-25, મોરબી-23, અમરેલી-19, વડોદરા કોપોરેશન-17, મહેસાણા-12, સાબરકાંઠા-12, વડોદરા-12  સુરત-8, વલસાડ-8, કચ્છ-7, ભાવનગર કોપોરેશન-5, ગાંધીનગર કોપોરેશન-5, રાજકોટ-5, ભરૂચ-4, જામનગર કોપોરેશન-4,આણંદ-2, ખેડા-2, નવસારી-2, પાટણ-2, સુરેન્દ્રનગર-2, બનાસકાંઠા-1, જામનગર-1 અને મહીસાગરમાં એક કેસ નોંધાયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે