શું દેશમાં Covid-19ના બુસ્ટર ડોઝની જરૂર છે? કોરોનાની વધતી ચિંતાને લઈ સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-03 12:32:50

ચીનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ ભારતમાં પણ ભયનો માહોલ છે. દેશમાં લોકો હવે કોરોનાના બુસ્ટર ડોઝની માગ કરી રહ્યા છે. જો  કે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોરોનાના નવા વેરિયેન્ટનો સામનો કરવા માટે અન્ય કોઈ પણ પ્રકારના બુસ્ટર ડોઝની જરૂરીયાત ન  હોવાનું જણાવ્યું હતું. 


 220.11 કરોડ લોકોને રસીના ડોઝ 


સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા દેશમાં આપણે બુસ્ટર ડ્રાઈવને પૂરી કરવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વર્તમાનમાં 2,582 છે. મંત્રાલયના  આંકડા પ્રમાણે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.11 કરોડ લોકોને રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.


કોરોનાથી થતા મોતમાં આવ્યો રેકોર્ડ ઘટાડો


આ દરમિયાન માર્ચ 2020 બાદ પહેલી વખત છેલ્લા સપ્તાહમાં એટલે કે 26 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી દરમિયાન  કોવિડથી થનારા મોતની સંખ્યા ઘટી છે. કોવિડ ડેટા બેઝ પ્રમાણે 19-25 ડિસેમ્બરમાં 16 લોકોના મોત નિપજ્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે