સરકારે 500 કરોડ સહાય ન ચૂકવતા ડીસામાં ધરણાં ઉપર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી નોંધાવ્યો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 13:02:29

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકારને કર્મચારીઓની સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે ગત બજેટમાં ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. સરકારે જાહેરાત કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સહાય ચૂકવામાં આવી નથી. સરકાર સહાય ચૂકવે તે માટે  રાજ્યભરમાં ગૌ શાળા સંચાલકો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોએ સરકારની નીતિનો વિરોધ કરતા મુંડન કરાવ્યું હતું. 


સરકારના વલણથી ગૌ શાળા સંચાલકો નિરાશ 


ગૌ શાળા સંચાલકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યએ ટેકો આપ્યો હતો. આમ છતાં સરકારે સહાય રકમ બાબતે કોઈ હકારાત્મક જવાબ ન આપતા ગૌશાળા સંચાલકોએ બનાસકાંઠા અને પાટણમાં સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દીધી હતી. આ ઉપરાંત ડીસા રાધનપુર હાઇવે બંધ કરી ચક્કાજામ કર્યું હતું. તે ઉપરાંત ગૌ શાળા સંચાલકોએ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની કારને રોકીને વિરોધ કર્યો હતો. કેટલાક ગૌશાળા સંચાલકોએ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો કિસાન પંચાયતનો વિરોધ કરી ભાજપના કાર્યકર્તાને ધક્કે ચડાવ્યા હતા. આજે ગૌશાળા સંચાલકોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે