લોકસભા ચૂંટણીને લઈ સી.આર.પાટીલે આપ્યું નિવેદન, કહ્યું ભાજપને મળશે આટલી સીટો


  • Published By :
  • Published Date : 2023-01-14 14:45:49

ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ભાજપે ઐતિહાસિક સીટો હાંસલ કરી હતી. ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ભલે ચૂંટણીને ઘણો સમય બાકી હોય પરંતુ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને લઈ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટો પર ભાજપનો વિજય થશે.  

C R Patil Gujarat president two year completed - સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ  બે વર્ષ – News18 Gujarati


લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીઓએ શરૂ કરી તૈયારી 

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ગુજરાતમાં થોડા સમય પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.  કોંગ્રેસને ઓછી સીટો મળી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ખાતું ખોલ્યું હતું. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 


26 સીટો પર ભાજપનો વિજય થશે - સી.આર.પાટીલ 

ગુજરાતમાં ભવ્ય જીત બાદ સી.આર.પાટીલે લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાનો પ્રધાનમંત્રી મોદી પ્રત્યે જે વિશ્વાસ હતો તેને કારણે ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. ત્યારે હવે 2024માં પણ ભાજપને આવી જ રીતે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત થશે અને ગુજરાતની તમામ 26 સીટો પર કમળ ખીલશે. તમામ 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જીત હાંસલ થશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે