અમદાવાદના બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, 11 લોકો ઘાયલ, 25થી વધુ દુકાનો સળગીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-05-10 19:01:04

અમદાવાદના બાપુનગરમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને કારણે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં 3 લોકોને ગંભીર ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફટાકડાના જોરદાર અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીષણ આગને કારણે આસપાસની 25થી વધુ દુકાન સળગી ગઈ હતી. વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાપુનગરના વિકાસ એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે.  


ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટના સ્થળે 


બાપુનગરના વિકાસ એસ્ટેટમાં લાગેલી ભયાનક આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગની ગજરાજ સહિતની કુલ 23 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આગ ફટાકડામાં લાગી હોવાના કારણે આગ સતત ફેલાઈ રહી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ફટાકડાના ગોડાઉનમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે