CSDS-Lokniti survey: મુખ્યમંત્રીના પદ માટે કોંગ્રેસમાંથી જિજ્ઞેશ મેવાણી લોકોની પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2022-11-06 14:54:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પ્રકારના પોલ અને સર્વેની મોસમ ખીલી છે.  જેમ કે તાજેતરમાં જ CSDS-Lokniti survey કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને ગુજરાતની રાજનીતિ અંગેના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ છે તે અંગેનો હતો. જો કે આ એક સવાલમાં લોકોએ કોઈ પણ નેતા પર પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.


કોઈ પણ નેતાને ન મળ્યો બહોળો પ્રતિસાદ


ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે લોકો કોને જોવા માંગે છે તે સવાલના જવાબમાં લોકોએ 10 નેતા પર પસંદગી ઉતારી હતી. આ નેતાઓમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, વિજય રૂપાણી, જિજ્ઞેસ મેવાણી, નિતીન પટેલ, આનેદીબેન પટેલ, હાર્દિક પટેલ, અમિત શાહ, ભરત સિંહ સોલંકીનો સમાવેશ થતો હતો. જેમાં સૌથી વધુ 15 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ માટે પસંદ કર્યા હતા.


કોંગ્રેસના નેતાઓમાં જિજ્ઞેશ મેવાણી પહેલી પસંદ


રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તો લોકો કયા નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેમાં જિજ્ઞેશ મેવાણી અને ભરતસિંહ સોલંકીમાંથી લોકોએ જિજ્ઞેસ મેવાણી પર વધુ ભરોસો વ્યક્ત કર્યો હતો. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને જિજ્ઞેસ મેવાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે