Barbadosમાં​​​​​​​ કર્ફ્યૂ, બેરિલ વાવાઝોડાને કારણે એરપોર્ટ બંધ , ટ્રોફી સાથે ખેલાડીઓ હોટલમાં કેદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-01 15:29:59

29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.... પણ હવે ભારતીય ટીમ સહિત 70 લોકો કરતા વધારેનું એક ગ્રુપ બાર્બાડોસમાં ફસાય ગયું છે....કેમ કે બાર્બાડોસમાં લાગી ગયું છે કર્ફ્યુ.... 


વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં ફસાઈ 

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે... ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાનું હતું. પરંતુ, ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે... ત્યાં જે રિપોર્ટ સામે આવ્યા તેમાં કહેવામાં આવ્યું છે કે, એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે... 


આ ટાપુ પર ટકરાઈ શકે છે વાવાઝોડું 

કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે.. T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. બેરીલ વાવાઝોડાને કારણે ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ વાવાઝોડું ટૂંક સમયમાં કેરેબિયન ટાપુ પર ટકરાશે અને સ્થાનિક સરકારે તેને 'ખૂબ જ ખતરનાક' શ્રેણીમાં રાખ્યું છે.... આવી સ્થિતિમાં BCCI ટીમ ઈન્ડિયાને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ભારત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે..... 


મેચ જોવા ગયેલા લોકો ભસાયા... 

T20 વર્લ્ડ કપ 2024 ફાઇનલ માટે રિઝર્વ ડે હોવાથી, બંને ફાઇનલિસ્ટની પ્રારંભિક યોજના સોમવારે ત્યાંથી નીકળવાની હતી. ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે નવો કોઈ ઓર્ડર ન આવે ત્યાં સુધી બાર્બાડોસમાં એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને તમામ સ્ટોર્સ અને ઓફિસ બંધ છે. જેને કારણે ટીમ ઈન્ડિયા અને તેમના પરિવારજનો, ક્રિકેટ રસિકો, પત્રકારો જે મેચ કવર કરવા ગયા હતા. એ લોકો ત્યાં ફસાય ગયા છે....  

 

જય શાહ પોતે રાખી રહ્યા છે તમામ પ્રક્રિયા પર નજર

ક્રિકબઝના અહેવાલ મુજબ, બીસીસીઆઈ લગભગ 70 લોકોની ભારતીય ટુકડી માટે એક ચાર્ટર કરવા પર વિચાર કરી રહી છે, જેમાં ક્રિકેટરો, તેમના પરિવારો, સહાયક સ્ટાફ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થશે. બીસીસીઆઈના સચિવ જય શાહ તમામ વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે સમાચાર મળી રહ્યાં છે કે ટીમ ઈન્ડિયા સમયપત્રક મુજબ, અહીંથી (બ્રિજટાઉન) ન્યુયોર્ક જવાની હતી અને પછી દુબઈ થઈને ભારત પહોંચવાની હતી. 


2 જુલાઈએ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી શકે છે 

હવે અહીંથી સીધી દિલ્હી સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ લેવાની યોજના છે. ત્યાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સહાયક સ્ટાફ, પરિવારો અને અધિકારીઓ સહિત લગભગ 70 સભ્યો છે..... કેટલાક અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટીમ 2 જુલાઈએ ભારત પરત આવી શકે છે. જોકે આ બધું ત્યાંના હવામાન પર નિર્ભર રહેશે..... આશા રાખીએ છીએ કે ત્યાંનું હવામાન ઝડપી સરખુ થાય... અને આપણી ચેમ્પિયન ટીમ જલદી સ્વદેશ પરત ફરે... 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.