ભગવાન દ્વારકાધીશ પર ડાયરાની જેમ ઉડાવવામાં આવી ચલણી નોટો! વીડિયો વાયરલ થતાં ભક્તોમાં જોવા મળી નારાજગી, જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-11 11:27:16

હજી સુધી આપણે ડાયરામાં કલાકારો પર પૈસા ઉડાવતા માણસોને  જોયા છે. ડાયરામાં પૈસા ઉડાવે ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગશે કે માણસ પોતાની મર્યાદા ઓળંગી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન પર રીતસરની નોટો ફેકવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

    


દ્વારકા મંદિરથી આવો વીડિયો સામે આવતા દુભાઈ ભક્તોની લાગણી!  

જો કે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે દ્વારકાધીશના જગતમંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે તો મોબાઈલ ક્યાંથી આવ્યો? કોણે ભગવાનના મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવાની પરવાનગી આપી? ચલો કોઈ માણસ ભૂલથી પણ મોબાઈલ લઈ ગયો હોય પણ તેને આ વીડિયો ઉતારવાની કોણે પરમિશન આપી એ મોટો સવાલ છે? ચોંકાવનારી બાબત તો એ છે કે મંદિરના પૂજારી પોતે પણ આ વીડિયોમાં ભગવાન પર પૈસા ફેંકતા દેખાઈ રહ્યા છે. પૂજારી પણ રુપિયા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. આ મામલે જ્યારે દ્વારકાના કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.  


ભક્તો દ્વારા કરાયું ભગવાનનું અપમાન! 

દ્વારકાના મંદિરમાં ભગવાનના આઠમા અવતાર કૃષ્ણ સામે વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજીને ફેંકવામાં આવી રહ્યા છે તેનાથી ભગવાનનું અપમાન થયું છે.... માણસ ભગવાનની પણ મર્યાદા નથી જાળવતો તે દુખદ કહેવાય... આ લોકો કોણ છે તેની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે. શું તે ભગવાનથી પણ મોટા થઈ ગયા છે કે તેમનું અપમાન કરી રહ્યા છે??? હર્ષથી ભગવાન આગળ રૂપિયા ધરવાના હોય પણ આ લોકો જે કર્યું તે નિંદનીય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે