બિપોરજોય વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત, કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે


  • Published By :
  • Published Date : 2023-06-12 14:21:52

બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પગલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. દરિયા વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈને તમામ ગતિવિધિઓ ઉપર રાજ્ય સરકાર બાજ નજર રાખી રહી છે. વાવાઝોડાની ભયાનક્તા જોતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.


28 ગામો પર વાવાઝોડાનો ખતરો


વલસાડ જિલ્લાના 28 ગામો પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્ર કિનારાના  28 ગામોમાં  મરીન કમાન્ડોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે. વલસાડના તિથલ બિચ પર પણ મરિન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.


મંત્રી કનુભાઈ દેસાઈ રાખી રહ્યા છે નજર


વલસાડ જિલ્લા બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના સુપ્રસિધ્ધ તિથલ બીચની મુલાકાત લીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે