બિપોરજોયના સામના માટે સુરક્ષાદળો સુસજ્જ, જાણો એરફોર્સ અને નેવીની શું છે તૈયારીઓ?


  • Published By :
  • Published Date : 2023-06-15 16:28:48

વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આ જ રાત સુધી કચ્છના જખૌ બંદર પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે નુકાસાનની આશંકા વ્યક્ત કરી છે. આ જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જ કારણે કોઈ પણ સ્થીતીને પહોંચી વળવા માટે  NDRFની અનેક ટીમે તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના વિંગ કમાન્ડર એન.મનીષનું કહેવું છે કે ગુજરાત ઉપરાંત અનેક જગ્યા પર રાહતકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ત્રણેય સેનાઓ સુસજ્જ


ભયાનક વાવાઝોડામાંથી લોકોને બચાવવામાં આર્મી, એરફોર્સ અને નેવી તથા કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. એરફોર્સે NDRFના જવાનો સાથે મળી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તે જ પ્રકારે ઈન્ડિયન નેવીએ પણ 4 જહાજોને તૈનાત કર્યા છે. સુચના મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જશે. નેવીએ પોરબંદર અને ઓખામાં પાંચ રાહત દળ, વાલસુરામાં 15 રાહત દળ તૈનાત કર્યા છે. તે જ ઉપરાંત ગોવામાં આઈએનએસ  હંસા અને મુંબઈમાં આઈએનએસ શિકરામાં તૈનાત હેલિકોપ્ટર ગુજરાતમાં તાત્કાલિક લોકોને પરિવહન સેવા આપવાના કાર્યમાં લાગી જશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે