બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મચાવી તબાહી! જાણો બિપોરજોયને કારણે ક્યાં અને કેટલું થયું નુકસાન?


  • Published By :
  • Published Date : 2023-06-16 09:41:21

બિપોરજોય નામના વાવઝોડાનું સંકટ ગુજરાત પર તોળાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક સ્થળોથી વિનાશના દ્રશ્યો સામે  આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક વીજપોલો તૂટી પડ્યા હતા. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લેન્ડફોલ થયાં બાદ દરિયાકાંઠાની પરિસ્થિતિ અત્યંત ભયાનક જોવા મળી હતી. પોરબંદર, દ્વારકા તેમજ જખૌમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

         

કચ્છમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ!

ગુજરાત પર બિપોરજોયનું સંકટ તોળાઈ રહ્યું હતું. ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે માત્ર આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 મિમી વરસાદ વરસ્યો હતો. તે સિવાય અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં માત્ર થોડા સમયમાં જ ઘણો વરસાદ વરસી ગયો હતો.      

આટલા વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી!

વાવાઝોડું પસાર થયું તે બાદ બિપોરજોયે કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. નિવદેન આપતા તેમણે જણાવ્યું કે વાવાઝોડાને કારણે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી પણ વાવાઝોડાને લઈ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરવાના છે. મહત્વનું છે વાવાઝોડાને કારણે કેટલો વિનાશ થયો તે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે