VIP દર્શનનો વિવાદ વધતા Dakor મંદિર કમિટીએ લીધો આ નિર્ણય, ભક્તોમાં વ્યાપી ઉમંગની લાગણી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:50:13

ભક્તો ભગવાનના નજીકથી દર્શન કરી શકે તે માટે થોડા સમય પહેલા યાત્રાધામ ડાકોરમાં વીઆઈપી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પૂરૂષો માટે 500 રુપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે મહિલાઓ માટે 250 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો હતો. આ નિર્ણય સામે આવ્યા બાદ ભારે હોબાળો તેમજ વિવાદ છેડાયો હતો. વીઆઈપી દર્શન વાળો નિર્ણય પરત લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ડાકોરના મંદિર કમિટી દ્વારા વીઆઈપી દર્શનનો નિર્ણય પરત લેવામાં આવ્યો છે. મંદિરે વીઆઈપી દર્શનનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ નિર્ણય લેવાતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી છે. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ હતા દર્શનના રેટ


મંદિર કમિટી દ્વારા નિર્ણય પરત તો લેવામાં આવ્યો છે પરંતુ નિર્ણયની વાત કરીએ તો ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જ્યારથી આ નિર્ણય મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ભક્તોની લાગણી આ નિર્ણયને કારણે દુભાઈ હતી. આ નિર્ણયનો ભક્તોએ વિરોધ કર્યો હતો. ત્યારે વિવાદ વધતા ટેમ્પલ કમિટી દ્વારા આ વીઆઈપી દર્શન વાળા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગેની જાણકારી સત્તાવાર રીતે મંદિર કમીટિ દ્વારા આપવામાં આવી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે