બાળકને કિસ કરવા મુદ્દે દલાઈ લામાએ માફી માગી, નિવેદનમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-04-10 14:41:13

તિબેટના 14માં આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે દલાઈ લામા તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે લોકોની લાગણી દુભાઈ હોવાથી માફી માગી છે.


VIDEO વાયરલ થતા વિવાદ વધ્યો


દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં એક બાળક ધર્મગુરૂ પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે, દલાઈ લામાએ વ્હાલથી તેના હોઠ પર કિસ કરી હતી.  આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને અને તેના કારણે જબરદસ્ત વિવાદ થયો હતો. 


દલાઈ લામાએ નિવેદનમાં શું કહ્યું


આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સોમવારે માફી માંગી હતી. દલાઈ લામાના સત્તાવાર નિવેદન મુજબ દલાઈ લામાએ જો તેમના શબ્દોથી બાળક અથવા તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેઓ વિશ્વભરના તેમના તમામ સમર્થકોની માફી માંગે છે. દલાઈ લામાએ તેમના શબ્દોને લઈને પણ ક્ષમા યાચના કરી છે. નિવેદન અનુસાર દલાઈ લામા જાહેરમાં કેમેરા સામે પણ લોકોને ખુબ જ માસુમતાથી અને ચંચળ રીતે મળે છે, તેમણે આ ઘટનાને લઈ ખુબ જ ખેદ વ્યક્ત કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે