Amreliના બગોયામાં દલિતના બનાવમાં પોલીસે શું બેદરકારી રાખી હતી? સમગ્ર મામલો ખરેખર શું હતો જાણો


  • Published By :
  • Published Date : 2023-08-01 22:36:08

સાવરકુંડલાના બગોયામાં એક દલિત યુવાનની હત્યા કરી દીધી હોય તેવો બનાવ સામે આવ્યો છે અને સમાચારમાં ચાલ્યું પણ ખરા,.. જ્યારે અમે આ મામલે તપાસ કરી તો સામે કંઈક અલગ જ વસ્તુ નજર આવી, કારણ કે જે રીતે કહેવામાં આવ્યું કે આ હત્યા છે તો તે હત્યા ન હતી, તેમના પરિવારના અંગત દ્વેશમાં જ આ કૃત્ય થયું હોય શકે તેવી માહિતી સામે આવી છે, શું દલિત હત્યાકાંડ કરીને જે વીડિયો આપણી સામે આવ્યા છે તે ખરેખર હત્યા છે કે બીજુ કંઈ છે..., ખરેખર જે થયું છે તે જે દેખાઈ રહ્યું છે તેનાથી કેમ અલગ છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા છે, તેમાં બગોયાના વિડીયો બાદ હડકંપ મચી ગયો હતો. આ વીડિયો પહેલા તેમણે અમરેલી જિલ્લાના પોલીસ વડા સાથે વાત કરી હતી, જેનો ઓડિયો પણ હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે. 


જિલ્લાના પોલીસ વડાએ જમાવટને શું કહ્યું?


આ મામલે સત્યની ચકાસણી કરવા માટે જમાવટે અમરેલી જિલ્લા પોલીસ વડા સાથે વાત કરી હતી પણ તેમના મારફતે જમાવટને જે જાણવા મળ્યું તે કંઈક અલગ જ હતું. એસપીએ જમાવ્યું કે પહેલીવાત તો આ કોઈ હત્યા નથી. તેમનું મોત અન્ય કારણોથી દવા પીવાથી થયું છે. તેમની કોઈએ હત્યા નથી કરી. અમે પૂછ્યું કે જે ઓડિયો સામે આવ્યો એ તમારો જ છે કે નહીં ત્યારે જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે ઓડિયો મારો જ છે અને મૃતક વ્યક્તિએ મારી સાથે જ વાત કરી હતી. જ્યારે તેમણે કહ્યું હતું કે મારી હત્યા થવાની છે ત્યારે અમે તેમની મદદ માટે પોલીસની ટીમ પણ મોકલાવી હતી. કંઈ ના થયું તો તેણે જિલ્લાના બીજા પોલીસ અધિકારીઓને પણ કરવાનું શરૂ કરી દીધું તો ફરી લગભગ ચારેકવાર પોલીસની ટીમ તેમની રક્ષા કરવા માટે મોકલવામાં આવી હતી. પોલીસે આ વ્યક્તિની પૂછપરછ કરાવી હતી ત્યારે જાણવા મલ્યું હતું કે અરવિંદ પરમાર નામનો યુવક માનસિક રીતે પીડિત હતો. તે બીમાર હતા તેવું તેમના જ પરિવારે પોલીસને જણાવ્યું હતું. 


 પોલીસ સામે ઉઠ્યા સવાલ


જો કે આજથી વર્ષ પહેલા જ્યારે અરવિંદ પરમારનું નિધન થયું ત્યારે પોલીસે જણાવ્યું હતું કે કોઈ પર શંકા વગેરે અને કેસ કરવાનું પૂછ્યું તો અરવિંદ પરમારના પરિવારે કહ્યું હતું કે ના અમારે કોઈ કેસ કરવો નથી. આવું થયા બાદ અરવિંદ પરમારની દફન વિધિ કરી દેવામાં આવી હતી. જો કે પોલીસે એવું કહી રહી છે કે તે એકદમ નિર્દોષ છે તેમણે કશું જ નથી કર્યું તો જ્યારે અરવિંદ પરમાર નામના યુવકનું મોત થઈ જાય છે તો તેની નોંધ પોલીસ ચોપડે કેમ નથી લેવામાં આવી. સામાન્ય રીતે પોતાના વિસ્તારમાં કોઈ આવી રીતે બનાવ બને તો પોલીસ પોતાની યાદગીરી માટે તેની નોંધ લેતી હોય છે પણ આ કેસમાં કંઈ નોંધવામાં નથી આવ્યું. પોલીસે પોસ્ટ મોર્ટમ પણ નથી કરાવ્યું જે પણ શંકા કરાવે છે કે શું ખરેખર અરવિંદ પરમાર સાથે કંઈ ખોટું થયું હતું કે નહીં. સામાન્ય રીતે પોલીસને મૃત્યુ થાય તો કોઈ ખોટું નથી થયું તેના માટે પોસ્ટ મોર્ટમ કરાવવું જરૂરી છે. પણ જો કંઈ ખોટું નથી થયું તો અરવિંદ પરમારનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું અને કેમ તેમને પરિવારને સોંપીને સીધી દફનવિધિ કરી દેવામાં આવી. આ ઘટના ઘણા બધા સવાલો ઉભા કરે છે.


અરવિંદ પરમારની હત્યા હતી કે આત્મહત્યા? 


ટૂંકમાં જે રીતે આ કેસને દેખાડવામાં આવી રહ્યો છે કે જિલ્લા પોલીસ વડાએ કોઈ મદદ નથી કરી તેના કારણે આ હત્યા થઈ છે તો એ મુજબ આ બધી વાતો ખોટી હોઈ શકે છે... કારણ કે પોલીસે સામેથી રક્ષણ માટે કાફલો મોકલ્યો હતો. જ્યારે એસપીએ કહ્યું હતું કે તમારા જીવને ખતરો હોય તો એસપી ઓફિસ આવી જાવ ત્યારે અરવિંદ પરમારે જ ના પાડી હતી. ખરેખર આ કેસમાં શું થયું હતું તેની તપાસ કરવું અમારું કામ નથી અમારું કામ છે તથ્યોને લોકો સામે મૂકવું એ અમે મૂક્યા છે હવે ખરેખરમાં શું થયું હતું તેમની હત્યા કરવામાં આવી હતી કે પરિવારના ઝઘડામાં દવા પીવડાવી દેવામાં આવી હતી કે દવા પી લીધી હતી તે જાણવું પોલીસનું કામ છે. જોઈએ શું થાય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.