દેશના પ્રધાનમંત્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતની સતત મુલાકાત લઈ રહ્યા છે. આવતીકાલે પણ તેઓ ગુજરાતના ચાર જિલ્લાના પ્રવાસે આવશે ત્યારે મુંબઈથી પોલીસને સોશિયલ મીડિયાના મારફતે સંદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવા માટે ષડયંત્ર કર્યું છે.
કેવી રીતે ષડયંત્રનો થયો પર્દાફાશ?
મુંબઈ પોલીસને વોટ્સએપના માધ્યમે એક મેસેજ મળ્યો હતો જેમાં માહિતી આપવામાં આવી હતી કે દાઉદ ઈબ્રાહિમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા બે વ્યક્તિને સોપારી આપી છે. મુંબઈ પોલીસે માહિતી મેળવીને વરલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને માહિતી આપનારની તપાસમાં લાગી ગઈ છે. મેસેજમાં માહિતી આપવામાં આવી છે કે દાઉદ ઈબ્રાહિમે આતંકી અહમદ અને મુસ્તાકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની સોપારી આપી છે.






.jpg)








