દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહના ઘરે ભાજપની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-11-08 20:22:10

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડી જ વાર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે 1 લિસ્ટ જ્યારે આમ આદમી પાર્ટીએ 11 જેટલી લિસ્ટ બહાર પાડી છે. ત્યારે ભાજપનું પ્રથમ લિસ્ટ ક્યારે જાહેર થશે તે મામલે સમાચાર આવી રહ્યા છે.

 

 સતત બીજા દિવસે ગુજરાત મામલે બેઠક

સતત બીજા દિવસે દિલ્લીમાં ગુજરાત ભાજપના કયા ઉમેદવારોને ચૂંટણી લડાવવી તે મામલે બેઠક ચાલી રહી છે. ઉમેદવારો મામલે દિલ્લી સ્થિત અમિત શાહના નિવાસસ્થાને બેઠકો ચાલી રહી છે. આજે સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સ્ટેટ જનરલ સેક્રેટરી રત્નાકર અને મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. ભાજપના કયા ઉમેદવારોને મોકો આપવો કે કોની ટિકિટ કાપવી તે મામલે મંથન થઈ રહ્યું છે. ગઈકાલે પણ સાત કલાક બેઠક ચાલી હતી અને આજે સતત બીજા દિવસે પણ બેઠક યોજવામાં આવી હતી.

 

10 નવેમ્બરે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરી શકેઃ સૂત્ર

કોંગ્રેસે પોતાના 43 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 150થી વધુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી 10 નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરે તેવા સૂત્રોના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે