દિલ્હી કોચિંગક્લાસ અગ્નિકાંડ કેસ: જ્યાં કોચિંગ ક્લાસ ચાલતા હતા ત્યાં ન હતી ફાયર સેફ્ટી! હાઈકોર્ટે પાઠવી નોટિસ અને માગ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-17 14:15:16

થોડા દિવસો પહેલા દિલ્હીમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ ત્રીજા માળથી કૂદકો માર્યો હતો. ત્યારે આ મામલે હાઈકોર્ટે જાતે હસ્તક્ષેપ કર્યું છે અને આ મામલે જવાબ માંગ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી કોર્ટે જવાબ માગ્યો છે અને આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ મામલે 3 જૂલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.    


ત્રીજા માળે આવેલા કોચિંગ સેન્ટરમાં લાગી હતી આગ! 

ઘણા વર્ષો પહેલા ગુજરાતના સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓના મોત થઈ ગયા હતા. ત્યારે આવી જ દુર્ઘટના રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા બની હતી. મુખર્જીનગર ત્રીજા માળે આવેલા કોચિંગ ક્લાસમાં અચાનક આગ ફાટી નિકળતા વિદ્યાર્થીઓના જીવ બચાવવા દોરડાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . અંદાજીત 70થી વધારે  વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે. ત્રીજા માળેથી વિદ્યાર્થીઓ કૂદકા મારી રહ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 500 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન હતું ત્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.   


હાઈકોર્ટે આ મામલે માગ્યો જવાબ!

મળતી માહિતી અનુસાર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે જાતે જ હસ્તક્ષેપ કર્યો છે અને સ્થાનિક તંત્ર પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. શુક્રવારે હાઈકોર્ટે દિલ્હી સરકાર, સ્ટેટ ફાયર વિભાગ સર્વિસ, નગર નિગમ તેમજ સ્થાનિય પોલીસ પ્રશાસનને નોટિસ પાઠવી છે અને સ્પષ્ટીકરણ માગ્યું છે. મળતી માહિતી અનુસાર આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની ઉચિત વ્યવસ્થા ન હતી. બિલ્ડીંગ પર લાગેલી ટાંકીમાં પાણી ન હતું. તે સિવાય સ્મોક ડિટેક્ટર પણ ન હતું. ત્યારે આ મામલે કોર્ટે જવાબ માગ્યો છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે