દિલ્હી:વિદેશ મંત્રાલયનો ડ્રાઈવર પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો, પોલીસે ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-11-18 17:33:38

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે.


દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે વિદેશ મંત્રાલયમાં કામ કરતા ડ્રાઈવરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ગુપ્ત માહિતી લીક કરતો હતો. આ સિવાય એ વાત પણ સામે આવી રહી છે કે તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા હની ટ્રેપ દ્વારા ફસાવવામાં  આવ્યો હતો.


પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશ મંત્રાલયનો ડ્રાઇવર પાકિસ્તાનમાં એક મહિલાને ગુપ્ત માહિતી મોકલે છે. આ મહિલા ISIની એજન્ટ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે