દિલ્લીઃ PM મોદીએ 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-02 17:35:32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્લીના કાલકાજી વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં પુનર્વસન યોજના અંતર્ગત 3 હજાર 24 EWS ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓને ઈડબલ્યુએસ ફ્લેટની ચાવીઓ સોંપી હતી.

કાલકાજીમાં બનાવવામાં આવેલા આવાસનું નિર્માણ દિલ્લી વિકાસ ઓથોરિટી દ્વારા કરવામં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે કેંપમાં રહેતા એવા લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેમને ઘર આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ પાછળ સરકારનો ઉદ્દેશ્ય હતો કે ઝુંપડામાં રહેતા લોકોને સારું ઘર મળે અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવામાં આવે. 


કેવો છે ડીડીએનો પૂરો પ્રોજેક્ટ?

DDAએ કાલકાજી એક્સટેન્શન, જેલોરવાલા બાગ અને કઠપુતળી કોલોનીમાં એમ ત્રણ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કાલકાજી વિસ્તારની યોજનામાં ભૂમિહીન શિભિર, નવજીવન શિબિર અને જવાહર શિબિર નામની 3 ઝુંપડીના વિસ્તારોના લોકોને પુનર્વસન યોજના અંતર્ગત રહેવા માટે ઘર અપાવ્યા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે