દિલ્હી:લ્યો બોલો આ નેતાએ તો ગજબ કરી!MCDની ચૂંટણીની ટિકિટ ન મળતા કાઉન્સિલર ચડી ગયા વીજળીના થાંભલા પર


  • Published By :
  • Published Date : 2022-11-13 15:35:38

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. તેઓ આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે.


દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર હસીબ-ઉલ-હસન રવિવારે હાઇ ટેન્શન લાઇનના પોલ પર ચઢ્યા હતા. તેમને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Delhi MCD Election 2022 AAP, BJP, Congress Candidate List & Prediction

પૂર્વ AAP કાઉન્સિલર રવિવારે સવારે શક્તિ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ઇલેક્ટ્રિક પોલ પર ચઢ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી MCD ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી તે નારાજ છે. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડના જવાનોની સાથે સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ છે. AAP નેતાને સમજાવીને તેમને ઉતારવાના પ્રયાસો થઈ રહ્યા છે.


આ પહેલા શનિવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી. જો કે AAPએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Delhi MCD Elections 2022: AAP Releases First List Of 134 Candidates, Fields  More Than 60 Women



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.