થર્ટી ફર્સ્ટ અગાઉ વધી દારૂની ડિમાન્ડ, વલસાડના પારડીમાં પોલીસે CNG ટ્રાન્સફર ટેમ્પોમાંથી ઝડપ્યો રૂ 9.54 લાખનો દારૂ


  • Published By :
  • Published Date : 2023-12-05 19:56:51

ગુજરાતમાં થર્ટી ફર્સ્ટ અગાઉ દારૂની ડિમાન્ડ વધી જાય છે, દારૂની આ માગ પૂરી કરવા બુટલેગરો વિવિધ રસ્તા અપનાવતા રહે છે. ગુજરાતમાં મુખ્યત્વે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પડોશી સંઘ પ્રદેશ દમણ અને  દાદરા નગર હવેલી સાથે મહારાષ્ટ્રથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. જો કે પોલીસ પણ સતર્ક રહીને બુટલેગરોની તમામ તરકીબોને ખોટી પાડીને દારૂનો જથ્થો પકડતી રહે છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને  CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોમાંથી  રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.


રૂ.14.59 લાખનો મુદ્દામાલ જપ્ત


વલસાડ જિલ્લાની પારડી પોલીસે પોલીસે ગુજરાત ગેસ લિમિટેડ અને  CNG ટ્રાન્સફર લખેલા ટેમ્પોને રોકી સઘન તપાસ કરતા ટેમ્પામાં ગુજરાત ગેસ કંપનીમાં વપરાશમાં આવતું ગેસનું LCV મશીન નહીં પરંતુ એક તૈયાર કરેલા કેબિનમાં સંતાડી લઈ જવાતો રૂ 9.54 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે 14.59 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હતો


પારડી પોલીસે આ મામલે ટેમ્પાના ચાલક વિક્રમસિંહ ઠાકુરની ધરપકડ કરી છે. સાથે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. ચાલક વિક્રમસિંહ માનસિંહ ઠાકુર મૂળ યુપીનો રહેવાસી છે. આ દારૂ ભરેલો ટેમ્પો આપનાર એલિસ મારવાડી અને લલ્લા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દારૂનો જથ્થો દમણથી બરોડા લઈ જવાતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અગાઉ પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે