નોટબંધી કેસ: એટર્ની જનરલે એફિડેવિટ તૈયાર કરવા વધુ સમય માંગ્યો, બંધારણીય બેંચે કહ્યું કે આ શરમજનક સ્થિતિ


  • Published By :
  • Published Date : 2022-11-09 16:36:02

સુપ્રીમ કોર્ટે નોટબંધી કેસની સુનાવણી ટાળી દીધી છે. વર્ષ 2016માં 500 અને 1,000 રૂપિયાની નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકાર આપનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ હવે 24 નવેમ્બરે સુનાવણી કરશે. 


એટર્ની જનરલે કોર્ટ પાસે સમય માંગ્યો 


સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ વ્યાપક એફિડેવિટ તૈયાર કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. નોટબંધી કેસની સુનાવણી કરી રહેલા પાંચ જજો, જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરથનાની બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જાણકારી માંગી છે કે નોટબંધી લાગુ કરતાં પહેલાં શું-શું પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. આનો જવાબ આપવા માટે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટ પાસે થોડા દિવસનો સમય માંગ્યો છે.


કેન્દ્ર સરકારના વલણથી નારાજ સુપ્રીમ


ડિમોનેટાઇઝેશન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ કેન્દ્રથી અસંતુષ્ટ અને નારાજ જોવા મળી હતી. એટર્ની જનરલે જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગવા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે આ શરમજનક સ્થિતિ છે. આ પહેલા ક્યારેય એવું બન્યું નથી કે બંધારણીય બેંચ સુનાવણી કર્યા વિના આ મામલામાં આગામી તારીખ નક્કી કરે. ચિદમ્બરમે પણ સરકારના વલણને શરમજનક ગણાવ્યું હતું.


ગત સુનાવણીમાં કોર્ટે શું કહ્યું હતું?


નોટબંધીને લઈને પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેની બંધારણિય વૈધતાને લઈને મોટું પગલું ઉઠાવ્યું. જસ્ટિસ સૈયદ અબ્દુલ નઝીરની આગેવાનીવાળી 5 જજોની બંધારણીય પીઠે કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક પાસેથી નોટબંધીના નિર્ણય અંગે જવાબ માંગ્યો.


કોર્ટે કેન્દ્ર અને આરબીઆઈ પાસેથી 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણયને લઈને 9 નવેમ્બરે થનારી સુનાવણી પહેલા વ્યાપક સોગંદનામું દાખલ કરવા માટે કહ્યું હતું. તદ્દપરાંત પીઠે કેન્દ્રને 7 નવેમ્બર 2016એ આરબીઆઈના નામે લખેલો પત્ર અને આગલા દિવસે નોટબંધીના નિર્ણય સાથે સંબંધિત ફાઈલોને તૈયાર રાખવા માટે પણ કહ્યું હતું.


સમગ્ર કેસ શું છે?


કેન્દ્ર સરકારે વર્ષ 2016માં નોટબંધીની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દેશમાં 500 અને 100 રૂપિયાની કરન્સી નોટને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સૌથી પહેલા વિવેક નારાણ શર્માએ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કોર્ટમાં અરજી દાખલ કરી પડકાર્યો હતો. 2016 બાદથી નોટબંધી વિરૂદ્ધ 57 અન્ય અરજીઓ નોંધવામાં આવી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે