બોટાદ રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં આગ ભભૂકી ઉઠી, 3 ડબ્બા આગની ઝપેટમાં


  • Published By :
  • Published Date : 2023-04-17 20:15:09

બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી છે. બોટાદ રેલવે સ્ટેશનના સાત નંબરના પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ સ્ટેશન પર પહોંચી હતી. 


ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો 


બોટાદથી સુરેન્દ્રનગર જતી ડેમુ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. આ ટ્રેનના ત્રણ ડબ્બા આગની ઝપેટમાં આવી ગયા હતા. પેન્ટ્રી સહિત બે પેસેન્જર ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સ્ટેશને પહોંચેલી ફાયરવિભાગની ટીમ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. ફાયરની ટીમના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી, જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે