'દેશી કપાસનો લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવેશ કરો': વિરમગામના MLA હાર્દિક પટેલ


  • Published By :
  • Published Date : 2023-02-20 13:22:42

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમના વિધાનસભા વિસ્તારમાં લોકોના પ્રશ્નોના સમાધાનને લઈ સતત સર્કિય રહે છે. જો કે રાજ્યમાં કપાસની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી છે. આ પરિસ્થિતીમાં હાર્દિક પેટેલે કપાસના ખેડૂતોની સમસ્યાના સમાધાન માટે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે  દેશી કપાસને લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત કરી છે. પત્રમાં દેશી કપાસની ખરીદી સમયે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ પણ કરી છે. 



હાર્દિક પટેલે પત્રમાં શું લખ્યું?


ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને પત્રમાં લખ્યું છે કે, દેશી કપાસનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા અને લખતર તાલુકામાં થાય છે. આ કપાસનો પાક છ મહિનામાં તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોસ્તાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસના ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.