Devanshi Joshiએ સમજાવ્યું કે જો ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના ભાષણો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો સંસદનું શું થાય?


  • Published By :
  • Published Date : 2023-08-05 16:48:33

ચૂંટણી પ્રચાર દરમિયાન વોટ મેળવવા માટે અનેક વખત નેતાઓ એવા નિવેદનો આપી દેતા હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. ગઈકાલે જ સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત મળી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? આ નિવેદનને લઈ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમનું સાંસદ પદ પણ જતું રહ્યું હતું. ત્યારે વાત અહીંયા રાહુલ ગાંધીની નથી કરવી. પરંતુ નેતાઓ દ્વારા અપાતા નિવેદનોની કરવી છે. જો દરેક ભાષણો, નિવેદનોને લઈ સજા થવા લાગે તો મોટા ભાગની સંસદ  ખાલી જશે.

જો ચૂંટણી પ્રચાર દરમિયાન અપાયેલા નિવેદનો પર પગલા લેવાય તો.. 

કહેવાય છે કે કમાનમાંથી નીકળેલું બાન અને મોઢામાંથી બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવી શક્તા નથી. કદાચ શરીર પર લાગેલો ઘા સમય સાથે ઠીક થઈ શકે છે પરંતુ તમારા શબ્દો દ્વારા કરવામાં આવતો ઘા જીંદગીભર લોકોને યાદ રહે છે અને તેમને દુખી કરે છે. આજે વાત ચૂંટણી પ્રચારમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનોની કરવી છે. જો આપણે વિચારીએ તો આપણા દેશના રાજનેતાઓએ રેલીમાં આપેલા ભાષણોને કારણે સજા થવા માંડે તો આ દેશની સંસદ મોટા ભાગની આજે ખાલી હોત. 


ભાન ભૂલી અનેક વખત નેતાઓ આપતા હોય છે નિવેદનો 

કોઈ પણ સાંસદ પોતાને ત્યાં બેસવા માટે પોતાને સાબિત ન કરી શકે. કારણ કે વારે તહેવારે, ઈચ્છાએ અનિચ્છાએ કોઈ વખત સભાન અવસ્થામાં અથવા તો ભાન  ભૂલેલી અવસ્થામાં નેતાઓ એવા નિવેદનો જાહેર રેલીમાં કરી ચૂક્યા છે જો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશની મોટા ભાગની સંસદ ખાલી થઈ જાય. સંસદમાં બેસવા માટે સાંસદો લાયક નથી થતા એ પ્રકારના ભાષણો રેલીમાં, ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપતા હોય છે. રાજનેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે એ સમયે તો નેતાની વાહવાહી થાય છે પરંતુ આગામી સમયમાં તેમને જ દુષપરિણામો ભોગવવા પડે છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા એવા નિવેદનો આપવામાં આપવામાં આવતા હોય છે કે તે સાંભળીને આપણને પણ થાય કે શું આ વાક્ય કોઈ રાજનેતાઓને શોભે છે?      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે