લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી,જામીન અરજી ફરી નામંજૂર


  • Published By :
  • Published Date : 2023-02-15 16:53:04

રાજયના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને મારપીટ કરવી ભારે પડી રહી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. રાજકોટની સેશન્સ કોર્ટમાં તેમણે કરેલી રેગ્યુલર જામીન પર આજે સુનાવણી થઇ હતી, જો કે કોર્ટે તે જામીન અરજી ફગાવી દીધી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ દેવાયત ખવડના વચગાળાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા હતા. 


મામલો શું હતો?


લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  જોકે આ કેસમાં 9 દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ 10માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો. બાદમાં એક પછી એક તેમની જામીન અરજી કોર્ટમાં નામંજૂર થતા છેલ્લા બે મહિનાથી જેલમાં છે. ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ આજે કોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા વચગાળાની જામીન અરજી કરી હતી અને તે પણ કોર્ટે ફગાવી દીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે