Air Vistaraને DGCAએ ફટકાર્યો ફટકાર્યો રૂ.70 લાખનો દંડ, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-06 18:33:14

એર વિસ્તારા એરલાઈન્સ પર DGCAએ 70 લાખનો દંડ ફટકાર્યો છે. એર વિસ્તારા પર આ દંડ દેશના પૂર્વોત્તર વિસ્તારમાં ઓછી સેવાવાળા વિસ્તાર માટે અનિવાર્ય ઉડાનોની લઘુત્તમ સંખ્યાનું સંચાલન નહીં કરવા માટે લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એર વિસ્તારા પર આ દંડ ગત વર્ષે ઓક્ટોબરમાં નિયમની અવગણના કરવાને લઈ લગાવવામાં આવ્યો છે. એર વિસ્તારાએ દંડ ચૂકવી પણ દીધો છે. 


મીડિયા રિપોર્ટ મુજબ એપ્રિલ 2022 માટે વિસ્તારાની ઉપલબ્ધ સીટ કિલોમીટર(એએસકેએમ) 0.99 ટકા જણાઈ જે પૂર્વોત્તર માર્ગો પર અનિવાર્ય 1 ટકાથી ઓછી હતી. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.


DGCAનો આ નિયમ શું છે?


એરલાઈન કંપનીઓને દરેક રાજ્યોમાં લઘુત્તમ ઉડાનો અંગે જણાવવામાં આવ્યું છે. એર વિસ્તારએ DGCAના આ નિયમની અવગણના કરી છે. એર વિસ્તારાને પૂર્વોત્ત્ર ક્ષેત્રમાં જેટલી લઘુત્તમ ઉડાનો સંચાલિત  કરવાની હતી તેનાથી ઓછી કરી હતી. DGCAએ આ મુદ્દે ખુબ જ કડક વલણ ધરાવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે