શું તમને પણ જૂની ગુજરાતી સિરિયલ જોવી ગમતી હતી ?, તો હવે તમે જોઈ શકશો એ સિરિયલો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 18:30:51

 

ગુજરાત ટેલિવવિઝનના વિતેલા યુગની યાદગાર સિરિયલ ફરી રીલીઝ થશે. "‘OHO ગુજરાતી’ OTT પ્લેટફોર્મ પર એક સમયે ઘરેઘરમાં લોકપ્રિય થઈ પડેલી પાંચ ટેલિવિઝન સિરિયલ ફરીથી આવી રહી છે. 21 ઓક્ટોબરથી દર બીજા દિવસે એક નવી સિરિયલ સ્ટ્રીમ થશે, જે કદાચ દિવાળીના સમયનું બેસ્ટ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે.



કઈ કઈ સિરિયલ આવશે ??

આજની પેઢીને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે અત્યારે જે કલાકાર-કસબીઓ ગુજરાતી-હિન્દી સિનેમા-ટેલિવિઝન અને તખતા પર ધૂમ મચાવી રહ્યા છે તેમણે એક જમાનામાં એકથી એક ચડિયાતી સિરિયલો આપેલી. આવી 13 ચુનંદા સિરિયલો પૈકી 5 સિરિયલો પહેલા તબક્કામાં ‘ઓહો ગુજરાતી’ પર રિલીઝ થશે. 21 ઓક્ટોબરથી દર એકાંતરા દિવસે સ્ટ્રીમ થઈ રહેલી આ સિરિયલોમાં ‘હુતોહુતી’, ‘કાકા ચાલે વાંકા’, ‘આગંતુક’, ‘શોધ’ અને ‘છેલછબીલો’નો સમાવેશ થાય છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે