શું તમે જાણો છો નોટામાં પડેલા વોટ બદલી શકે છે ચૂંટણીનું પરિણામ? 2017માં નોટાએ કરી હતી ભાજપને સરકાર બનાવવામાં મદદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:00:41

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે. અનેક વખત એવી સ્થિતિ બનતી હોય છે કોઈ પણ ઉમેદવારને લોકો પસંદ કરતા નથી. તે સમયે મતદારો નોટાનો ઉપયોગ કરતા હોય છે. નોટાને કારણે ઉમેદવારીની જીત હારમાં બદલાઈ જતી હોય છે તો અનેક ઉમેદવારોની હાર જીતમાં પરિવર્તિત થઈ જતી હોય છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 31 બેઠકોના પરિણામ બદલાઈ ગયા હતા. 

नोटा मतों की संख्या जीत के अंतर से अधिक हो तो दोबारा कराया जाए चुनाव: पूर्व  सीईसी

નોટા દ્વારા મતદારો પોતાની ના પસંદગી કરે છે વ્યક્ત  

2022માં યોજાનારી ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા દરેક રાજકીય પાર્ટી પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ઉમેદવારોની જીતથી પાર્ટીની જીત થતી હોય છે. મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર મત ઉમેદવારોને આપતા હોય છે.  ત્યારે મતદારોને ઉમેદવારો પસંદ ન આવે તો નોટાનો ઉપયોગ કરતા હોય છે.

5 લાખ 51 હજાર મતદારોએ આપ્યો છે નોટાને મત

2017 વિધાનસભાની વાત કરીએ તો 3 કરોડ 15 હજાર મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 5 લાખ 51 હજાર મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. પરિણામ બદલવાની તાકાત નોટા બટનમાં રહેલી હોય છે. નોટાને કારણે 31 બેઠકોનાં પરિણામ બદલાઈ ગયા હતા. જો નોટાને બદલે કોંગ્રેસને વોટ મળ્યા હોત તો કોંગ્રેસ સત્તામાં આવી શકી હોત તેવું નિષ્ણાંતોનું માનવું છે. નોટાએ જે 31 બેઠકોના પરિણામ બદલી નાખ્યા તેની વાત કરીએ તો કોંગ્રેસના 12 ઉમેદવારોની જીત નોટાને કારણે થઈ હતી. જ્યારે ભાજપના 17 ઉમેદવારો નોટાને કારણે જીતી ગયા હતા. કોંગ્રેસ 17 સીટ ગુમાવી હતી તો 12 સીટ કોંગ્રેસે હાંસલ કરી હતી. જો થોડી સીટ વધારે મળી ગઈ હોત તો કોંગ્રેસને 77 સીટને બદલે 82 સીટ મળી હોત. આ 82 સીટમાં 3 અપક્ષ, 1 NCP અને 2 BTPની સીટ મળીને કુલ 88 સીટ થઈ જ્યારે ભાજપે 94 સીટથી સંતોષ માનવો પડ્યો હોત.  

Uttar Pradesh polls: NOTA garners more votes than those polled in favour of  popular parties- The New Indian Express

સુપ્રિમ કોર્ટના આદેશથી EVMમાં કરાયો NOTA બટનનો સમાવેશ   

ચૂંટણીમાં જો મતદારને ઉમેદવાર પસંદ ન આવે તો તે મતદાન કરવાનું ટાળતો હતો. જેને કારણે તે મતાધિકારનો ઉપયોગ કરતો ન હતો. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે NOTA (None of the above)નો ઓપશનનો સમાવેશ EVMમાં કરવામાં આવ્યો છે. જો કોઈ મતદાર નોટાનું બટન દબાવવાથી કોઈ ઉમેદવારને મત નથી મળતો, પરંતુ જે-તે મતવિસ્તારમાં એને ગણવામાં આવે છે. જો નોટાના મત ઉમેદવારને મળેલા મતથી વધારે હોય તો મતદાન ફરી કરવામાં આવે છે. પરંતુ જો ફરી પણ મતદાનમાં નોટાને વધારે વોટ મળતા હોય તો બીજા ક્રમે આવતા ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. 

આ ઉમેદવારોને મળ્યો નોટાનો સહારો

નોટાને કારણે કોંગ્રેસના આ ઉમેદવારની જીત થઈ હતી. કપરાડાના જિતુ ચૌધરી, ડાંગના મંગળ ગાવિત, દિયોદરના શિવા ભૂરિયા, છોટા ઉદેપુરના મોહનસિંહ રાઠવા, વાંકાનેરના મહમંદજાવીદ, મોડાસાના રાજેન્દ્રસિંહ ઠાકોર, તળાજાના કનુ બારૈયા, ધાનેરાના નાથા પટેલ, સોજીત્રાના પૂનમ પરમાર, જામજોધપુરના ચિરાગ કાલરિયા, જેતપુરના સખરામ રાવઠા, દસાડાના નૌશાદ સોલંકી એ નોટાને કારણે જીત હાંસલ કરી હતી. 

ભાજપના ઉમેદવારનો સહારો બન્યો નોટા - ગોધરાના સી.કે.રાઉલજી, ધોળકાના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, માણસાના સુરેશકુમાર પટેલ, બોટાદના સૌરભ પટેલ, વિજાપુરના રમણ પટેલ, હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડા, પોરબંદરના બાબુ બોખીરિયા, ગારિયાધરના કેશુ નાકરાણી, ઉમરેઠના ગોવિંદ પરમાર, રાજકોટના લાખા સાગઢિયા, ખંભાતના મહેશકુમાર રાવલ, માતરના કેસરીસિંહ સોલંકી, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, વાગરાના અરૂણસિંહ રાણા, ફતેપુરાના રમેશ કટારા, ડભોઈના શૈલેષ મહેતા, વીસનગરના ઋષિકેશ પટેલએ જીત હાંસલ કરી હતી. તેમજ લુણાવાડાના રતનસિંહ રાઠોડ અને મોરવાડ હડફથી ભૂપેન્દ્રસિંહ ખાંટને નોટાએ જીતાડ્યા.                    



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.