દેશની વર્ચ્યુઅલ કરન્સી 'E-Rupee' કાલે મંગળવારે લોન્ચ થશે, RBIનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ


  • Published By :
  • Published Date : 2022-10-31 21:24:44


દેશની ડિજિટલ કરન્સી - 'ડિજિટલ રૂપિયા'નું પ્રથમ પાયલોટ ટેસ્ટિંગ મંગળવાર એટલે કે 1 નવેમ્બરથી શરૂ થશે, જેમાં નવ બેંકો સરકારી સિક્યોરિટીઝમાં ટ્રાન્ઝેક્શન માટે આ ડિજિટલ કરન્સિનો ઉપયોગ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડિજિટલ રૂપી  ( હોલસેલ ટ્રાન્ઝેક્શન)નું પ્રથમ પાયલોટ ટ્રાયલ 1 નવેમ્બરથી શરૂ થશે. આ ટેસ્ટિંગ હેઠળ સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવશે.



પાયલોટ ટ્રાયલ માટે 9 બેંકની પસંદગી


 RBIએ 'સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા (central bank digital currency) CBDC' લાવવાની તેની યોજના તરફ એક પગલું ભરતા, ડિજિટલ રૂપિયાનો પાયલોટ ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે આ ટેસ્ટમાં નવ બેંકો ભાગ લેશે. આ બેંકોની ઓળખ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, IDFC ફર્સ્ટ બેંક અને HSBC તરીકે કરવામાં આવી છે. RBIના ડિજિટલ કરન્સીમાં સોદાના સેટલમેન્ટથી સેટલમેન્ટ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.


રિટેલ સેગમેન્ટનો પ્રથમ ટ્રાયલ એક મહિનામાં શરૂ થશે


આ સાથે RBIએ કહ્યું કે ડિજિટલ રૂપિયા (રિટેલ સેગમેન્ટ)નો પ્રથમ પાયલોટ ટ્રાયલ એક મહિનાની અંદર શરૂ કરવાની યોજના છે. ટ્રાયલ ચોક્કસ વપરાશકર્તા જૂથો વચ્ચે પસંદગીના સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેમાં ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ,ભવિષ્યના પાઇલોટ ટ્રાયલ્સમાં હોલસેલ સ્તર પર થનારા અન્ય સોદા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ પર પણ ધ્યાન આપવામાં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે