લ્યો બોલો! ડીસા તાલુકા ભાજપના નેતાને શુરાતન ચઢ્યું, સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી કર્યો ભડાકો, video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:00:51

નેતાઓ જ જો છડેચોક કાયદાનો ભંગ કરતા હોય તો પછી સામાન્ય લોકો પાસેથી શિસ્ત અપેક્ષા કેટલી રાખવી? બનાસકાંઠાના ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ પંથકમાં ખળભળાટ મચ્યો છે. મળતી જાણકારી અનુસાર, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા એક સામાજિક પ્રસંગે જાહેર મંચ પરથી ફાયરિંગ કર્યું હતું. તેમનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ફાયરિંગ એરગન કે અન્ય હથિયારથી કરવામાં આવ્યું છે તેને લઇને અસ્પષ્ટ છે. વાયરલ વીડિયોની જમાવટ પુષ્ટી કરતું નથી.


  નેતાજી સામે કોઈ કાર્યવાહી થશે?


બહાદુરસિંહ વાઘેલા ગુજરાત જાગીદાર ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. ભાજપના નેતા દ્વારા જાહેર મંચ પર હવામાં ફાયરીંગ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. સ્થાનિક લોકોએ એવા સવાલો પણ કર્યા હતા કે જાહેરમાં ફાયરિંગ કરનારા ભાજપના નેતા સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ મામલે પણ ભીનું સંકેલી લેવામાં આવશે.?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે