BTPથી રાજીનામું આપી ગાયબ થયેલા નેતા કેજરીવાલના ઘરે પહોંચ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:35:30

ચુંટણી નજીક આવે છે તેમ રોજ રાજનીતિમાં કઈક ભૂકંપ આવે છે ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં એક સાથે 3 જેટલા મોટા નેતાઓએ રાજીનામાં આપી દીધા છે અને રાજીનામું આપ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા હતા. અને હવે તમામ નેતાઓ દિલ્હીમાં કેજરીવાલના ઘરે જઈ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હોવાની તસવીર સામે આવી છે.  

 

BTPના ગઢમાં ગાબડું પડ્યું..  

નર્મદા તાલુકામાં BTPની બે સીટો છે, એક ઝઘડિયા અને એક ડેડિયાપાડા. મહેશ વસાવાએ ડોડીયાપાડા મહેશ વસાવાએ ડેડિયાપાડા સીટ પરથી ચેતન વસાવાને લડાવવાનું કમિટમેન્ટ આપ્યું હતું અને પોતે ઝઘડિયાની સીટ પરથી ચૂંટણી લડવાના હતા. જોકે છોટુ વસાવાના અન્ય પુત્ર દિલિપ વસાવા પણ ચૂંટણી લડવા ઈચ્છતા હોઈ તેઓ ડેડિયાપાડાની સીટ પરથી આ વખતે લડે તેમ હતા. એવામાં પોતાને બેઠક મળવાનું મુશ્કેલ લાગતા ચેતન વસાવાએ પાર્ટીને છોડી દીધી હતી.

 

સોશિયલ ના નર્મદા પ્રમુખ મીડિયાથી રાજીનામું ધરી દીધું

BTPના નર્મદા પ્રમુખ ચેતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.અને તમામ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અને તમામ આપમાં જોડાય એવી શક્યતા છે .....

 
ચેતન વસાવા BTP માટે મહત્વના નેતા હતા ?

ચેતન વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટી ખૂબ મહત્વના નેતા હતા. હાલમાં તેમણે બિરસામુંડાની મૂર્તિનો મુદ્દો, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. અને તેમણે આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા રહ્યા છે. હવે જો એ આપમાં જોડાય તો BTPને નુકશાન થશે 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે