મહીસાગરમાં ખેડૂતો પર આસમાની આફત ખાબકી !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:41:11

ગુજરાતમાં વર્ષ 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે ખેતને નુકશાનની સમસ્યા સામે આવી છે. અને કાલે પડેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે  હવામાન વિભાગની આગાહીના પગલે મહીસાગર જીલ્લામાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં રહેલ ઉભા પાકમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકશાન થયું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

મહીસાગરમાં કાલે રાતે ગાજવીજ સાથે વરસાદ પડ્યો જેના કારણે પાકમાં ભારે નુકશાન થયું અને તમામ પાક નષ્ટ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહીસાગર જીલ્લાનાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર, સહીત બાલાસિનોરમા ગત સમી સાંજે ભારે પવન અને ગાજ વિજ સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં તૈયાર થયેલા ઉભા પાકમા ઘૂટણસમા પાણી ભરાતા ખેડુતોનો પાક નિષ્ફળ જવાના આરે છે. 

 

ખેડૂતો માંગી સહાય !!!

ઊભા પાકમાં વરસાદના પાણી ભરાઈ જતાં ખેડૂતોની મેહનત પાણીમાં ફરીવડ્યું છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે. લુણાવાડા તાલુકા વિસ્તારના ગધનપુર ગામે 200 થી ઉપરાંત એકર જમીનમાં ડાંગરના પાક નું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા પાક માં જીવતો પડી જવાથી 50 ટકા થી ઉપરાંત પાક નષ્ટ થઇ ગયો હતો અને બચેલા ઉભા પાક માં ગત રોજ વરસાદ વરસતા ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા થઇ તમામ પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે