સાબરકાંઠા બાદ Amreliમાં બેઠક પર વિવાદ! BJPના ઉમેદવાર ભરત સુતરીયા વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર, BJPએ સપનામાં પણ આવું થશે તેવું વિચાર્યું નહીં હોય...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 16:56:58

એક સમયે જે પરિસ્થિતિ કોંગ્રેસની હતી તેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની હાલ જોવા મળી રહી છે. સવાર થઈ નથી કે કોઈ નવો ડખો સામે આવ્યો નથી.. એક બાદ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. હજી સાબરકાંઠાનો વિવાદ શાંત થયો નથી ત્યાં તો અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે.

LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ!

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને બહાર આવી રહ્યો છે. ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે પરંતુ હમણાં જે થઈ રહ્યું છે તે કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં વિચાર્યું હોય. જેમ કોંગ્રેસમાં રોજ ભડાકા થવાના સમાચાર સામે આવતા હતા તેમ હવે ભાજપથી સામે આવી રહ્યા છે. લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો ભાજપના જ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં ઉમેદવાર વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. 



ભરત સુતરીયા વિરૂદ્ધ અમરેલીના અનેક વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર! 

સાબરકાંઠામાં ચાલતો વિરોધ હજી શાંત નથી થયો ત્યાં તો અમરેલીના ઉમેદવાર માટે વિરોધ શરૂ થઈ ગયો.  અનેક જગ્યાઓ પર ઉમેદવાર ભરત સુતરીયા વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે ભાજપનો ઉમેદવાર બદલો.. લી. અમરેલીનો અવાજ... હમ ખાય ને કેજો ભરત સુતરીયા હાલે? આને બદલો ભાય 4 પાસ છે.. મહત્વનું છે ભાજપ સાબરકાંઠામાં ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે મથામણ કરી રહ્યો છે ત્યારે અમરેલીમાં ઉમેદવારનો વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. 



અનેક બેઠકો પર ઉમેદવારોનો થયો વિરોધ 

મહત્વનું છે કે રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આની પહેલા વડોદરાના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરૂદ્ધમાં પણ પોસ્ટર લગાવાયા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને બદલી લેવામાં આવ્યા હતા. તે સિવાય અનેક બેઠકો પર પત્રિકાઓ પણ ઉમેદવારો વિરૂદ્ધ ફરતી થઈ હતી..!ત્યારે શું અમરેલીમાં પણ ઉમેદવાર બદલાશે? 


ભરત સુતરિયાની વાત કરીએ તો...

ભરત સુતરિયાની વાત કરીએ તો તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતમાં અકાળા બેઠક ઉપરથી ચૂંટાયા છે અને તેમને પક્ષે નારણ કાછડિયાની ટિકિટ કાપીને આમને ટિકિટ આપી છે. તેઓ ધોરણ 10 પાસ છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. 


કોણ મારી જશે અમરેલીમાં બાજી? 

અમરેલી સીટ લેઉવા પાટીદાર સમાજનો ગઢ છે. આ સીટ પર કોણ મેદાન મારી જશે તે તો 4 જૂને જ્યારે પરિણામ જાહેર થશે ત્યાર બાદ જ ખબર પડશે પણ આ સીટ પર જબરદસ્ત રસાકસી જોવા મળશે તેવું તો રાજકીય પંડિતો પણ માની રહ્યા છે.અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 1957થી 2019 સુધીમાં 16 ચૂંટણી યોજાઈ છે, જેમાં 8 વાર કોંગ્રેસ, 7 વાર ભાજપ અને 1 વાર જનતાદળના ઉમેદવારની જીત થઈ છે. છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપના નારણ કાછડિયા વિજેતા બનતા આવ્યા છે, જો કે ભાજપે આ વખતે તેમનું પત્તુ કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપી છે. એટલે નવા ઉમેદવારના સામે વિરોધની લહેર ઉઠી છે..   



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....