આજથી દિવાળી નિશાળોમાં વેકેશન... તમેં ક્યાં ફરવા જશો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 07:13:01

દિવાળી નજીક છે અને બાળકોને દિવાળીનો સમય ઉજવવા માટે દિવાળીના વેકેશનની પણ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સરકારે આજથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દીધું છે તો હવે 21 દિવસ બાદ જ શાળાઓ ખુલશે અને બીજા સમાચાર એવા છે કે વેકેશન પૂરું થયા બાદ પરીક્ષાઓની મોસમ આવશે. વેકેશન પૂરું થયા બાદ સ્કૂલોમાં નવા સત્રમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે.



એહેં!!!! દિવાળીનું વેકેશન શરૂ....  

આજથી વિદ્યાર્થીઓનું દિવાળી વેકેશન શરૂ થશે. આ વેકેશન 21 દિવસનું હશે. વિદ્યાર્થીઓનું દિવાળીનું વેકેશન 9 નવેમ્બર સુધી  ચાલશે. ત્યાર બાદ 10 નવેમ્બરથી ફરીથી નિશાળે જવા દફતર તૈયાર કરવું પડશે. દિવાળી વેકેશન પૂરું થતાંની સાથે જ સ્કૂલોમાં નવું સત્ર શરૂ થશે હોં.


છોકરાને ભણાવજો હો! વેકેશન પછી સીધી પરીક્ષા હશે 

ગુજરાતની શાળાઓમાં હમણા જ પહેલા સેમની પરીક્ષા પૂરી થઈ છે. એટલે હવે દિવાળી વેકેશન પૂરું થશે ને ત્યારે સીધું બીજું સત્ર શરૂ થઈ જશે. કોલેજમાં તો દિવાળી વેકેશન પૂરુ થશેને સેમેસ્ટર 5, 3 અને 1ની તબક્કાવાર પરીક્ષા શરૂ થશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે