નિ:સ્વાર્થ ભાવનાથી ગરીબોની સેવા કરતા 92 વર્ષીય તબીબે માનવતા મહેંકાવી


  • Published By :
  • Published Date : 2023-04-04 15:15:37

કેટલાક લોકો માટે ઉંમર એ માત્ર એક નંબર છે. તેઓ વયોવૃધ્ધ અવસ્થામાં પણ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફુર્તીથી કામ કરતા હોય છે. નિવૃતિમાં તે ઘરે બેસી રહેવાના બદલે સતત સમાજ ઉપયોગી પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે. તેમની સેવા ભાવના અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. આવા જ એક સેવાભાવી તબીબ ડો. કપિલ પુરોહિત 92 વર્ષની વયે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે.


92 વર્ષીય સેવાભાવી તબીબ


92 વર્ષીય તબીબ ડો. કપિલ પુરોહિત છેલ્લા 33 વર્ષથી આદિવાસી વિસ્તારમાં સેવા આપે છે. તેઓ સુરતથી 40 કિ.મી દુર આદિવાસી વિસ્તારમાં પહોંચીને ગરીબ લોકોની સેવા કરે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વરવાડા ગામમાં કપિલ કાકાના હુલામણા નામે જાણીતા ડો. કપિલ પુરોહિતની સેવા ભાવનાની જીવતી જાગતી મિશાલ છે.


ફીની અપેક્ષા વગર સેવા


ડો. કપિલ પુરોહિત વરવાડા ગામમાં અઠવાડિયાના ચાર દિવસ સેવા આપે છે. ઉત્કટ સેવા ભાવનાવાળા આ તબીબ ફીની અપેક્ષા વગર દર્દીઓની સેવા કરે છે. કોઈ ગરીબ દર્દી જો ફી ન આપી શકે તો પણ ડો. કપિલ પુરોહિત નિ:સ્વાર્થ ભાવનાથી તેની નિ: શુલ્ક સારવાર કરે છે. કોરોના કાળમાં સંક્રમિત થઈ ચુકેલા ડો. કપિલ પુરોહિતના પરિવારજનો તેમને તબીબી પ્રેક્ટિસ છોડી દેવા માટે અનેક વખત સમજાવી ચુક્યા છે. તેમ છતાં તેઓ 92 વર્ષની વયે પણ પુરા જોમ અને જુસ્સાથી ગરીબોની સેવા માટે 40 કિમી ટ્રાવેલ કરી વરવાડા ગામ પહોંચે છે.



અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!