વિજય ભાભોર સમજે છે કે લોકતંત્ર તેના બાપનું છે? સંતરામપુરથી સામે આવેલો વીડિયો તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 14:28:06

બપોરથી એક સમાચારની ચર્ચા થઈ રહી છે.. સંતરામપૂરના પ્રથમપુર બુથ નંબર 220નો એક વીડિયો સામે આવ્યો જેમાં વિજય ભાભોર નામના વ્યક્તિએ બુથ કેપ્ચરિંગ કર્યું.. ગઈકાલે ગુજરાતમાં 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું..શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું છે, ઈલેક્શન કમિશનની કામગીરીની પ્રશંસા પણ થઈ.. પરંતુ સંતરામપુરથી જે વીડિયો સામે આવ્યો તેણે તંત્રની કામગીરી પર, ઈલેક્શન કમિશનની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.. 

જે વીડિયો સામે આવ્યો તેમાં તે કહી રહ્યો છે કે... 

સંતરામપુરના પરથમપુર ગામના બૂથનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે બૂથ પર હાજર કર્મચારીઓ માટે અપશબ્દ વાપર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે લાઈવ કર્યું અને ઈવીએમ હાઈઝેક કર્યું...! વીડિયોમાં તે કહી રહ્યો છે કે અહીં એકનું જ ચાલે વિજય ભોભારનું.. તે કહી રહ્યો છે બે પાંચ મિનીટ હજુ ચાલવા દો, અમે બેઠા જ છીએ, આખો દિવસ ચાલે જ છે ને અમે દબાવીએ તો શું થઈ ગયું? ચાલવા દો આવી રીતે જ ચાલે.. મશીન બશીન આપડા બાપનું જ છે. ફટાફટ પતાવો, નહીં તો મશીન હમણા ઘેર લઈ જએ.. વિજય ભાભોર ભાજપના નેતા રમેશ ભાભોરનો છોકરો છે.. સવાલ એ પણ થાય કે આવી કરવાની હિંમત તેનામાં આવી ક્યાંથી? ત્યાં હાજર અધિકારીઓને આ અંગે ખબર ના પડે તેવું કેવી રીતે બને? 

વિજય ભાભોર નશાની હાલતમાં દેખાય છે.. વીડિયો જોયા બાદ સવાલ એ થાય કે દારૂ આવ્યું ક્યાંથી? ગુજરાતમાં તો દારૂબંધી છે.. ગુજરાતમાં દારૂ મળે નહીં તો તેને દારૂ ક્યાંથી મળ્યો. બીજો સવાલએ તંત્રની કામગીરી પર પણ ઉઠે.. ત્યાં હાજર અધિકારીઓ પર પણ સવાલ ઉઠે કે તેમણે શા માટે આ વાતની જાણ આગળ ના કરી? શા માટે તેમણે આ મામલે ચૂપી રાખી? આ તો વીડિયો વાયરલ થયો ત્યારે ખબર પડી કે આ બૂથ પર આવા પ્રકારનું કૃત્ય થયું છે ત્યારે આવા અનેક બૂથ હોઈ શકે છે જ્યાં આવી ઘટનાઓ બની હોઈ શકે.. કોણે છૂટ આપી વિજય ભાભોરને પોલીંગ બૂથ સુધી ફોન લઈ જવાની?   

સવાલ એ પણ થાય કે ઈલેક્શન બૂથ પર તો ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.. તો વિજય ભાભોરને કેવી રીતે પરમિશન મળી કે તે ફોન પોલીંગ બૂથ પર લઈ જશે અને ત્યાંથી લાઈવ કરી શકે.. પિતા ભાજપમાં હતા એટલે તેને આવું કરવાની હિંમત મળી? આ યુવાનને બૂથના કર્મચારીઓ દ્વારા રોકવામાં કેમ ના આવ્યો? સવાલ એ પણ થાય કે આટલું બધુ થયું ત્યાં સુધી ઈલેક્શન કમિશનને ખબર પણ ના પડી... બહાર પોલીસની ટીમ હોવા છતાંય કેવી રીતે મોબાઈલ ફોન લઈને ત્યાં પહોંચી ગયો, અધિકારીઓ સામે પેલો વ્યક્તિ ફોન કાઢે છે ત્યાં સુધી કોઈએ તેને રોક્યો કેમ નહીં?તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે પગલા

સવાલો અનેક છે અને આ બાબતે મળતી માહિતી અનુસાર પ્રિસાઈડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે, આસી પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમારને નોટિસ આપવામાં આવી છે, તે સિવાય પોલીંગ ઓફિસરને પણ શો-કોઝ નોટિસ અપાઈ છે. મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માંગ્યો છે. પોલીસ દ્વારા વિજય ભાભોરની અટકાયત કરી લેવામાં આવી છે.. 


એ લોકોની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે... 

મહત્વનું છે કે આવા વીડિયો સામે આવે છે ત્યારે એવા અધિકારીઓ, કર્મચારીઓની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે જે સરખી રીતે તે પોતાનું કામ કરતા હોય, નિષ્ઠાપૂર્વક તે કામ કરતા.. અનેક એવા અધિકારીઓ, કર્મચારીઓ છે જેમણે દિવસ રાત એક કરી ચૂંટણી પ્રમાણિકતાથી થાય તે માટે કામ કર્યા છે.. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ તો ઉઠે છે પરંતુ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા...   એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.