દિલ્હી- નોઇડામાં પાલતુ શ્વાન રાખતા પહેલા વિચારજો, કૂતરું કરડશે તો માલિકને 10,000નો દંડ, સારવાર ખર્ચ પણ આપવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-13 15:19:39

દેશમાં પાલતું શ્વાન કરવાની સમસ્યા ચિંતાનો વિષય બન્યો છે. રાહદારીઓને અવારનવાર પાલતું કુતરાઓ (pet dogs) કરડતા હોય છે. સુપ્રિમ કોર્ટે પણ આ ગંભીર સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. જો કે આ દિશામાં દિલ્હીના નોઈડા ઓથોરિટી મેનેજમેન્ટ કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે. હવેથી કુતરાના માલિકે ઈજાગ્રસ્ત વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને પીડિતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.


નોઈડા ઓથોરિટીએ શું ગાઈડલાઈન્સ બનાવી?


નોઈડામાં પાલતુ કુતરાઓએ રીતસરનો આતંક મચાવ્યો છે, તેના ત્રાસથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.કૂતરા કરડવાની ફરિયાદોને કારણે, ઓથોરિટીએ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકાના પાલનમાં એક નીતિ તૈયાર કરી છે. આમાં કૂતરા અને બિલાડી બંનેને 31 જાન્યુઆરી સુધીમાં નોઈડામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઇ વ્યક્તિ રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તેને દંડ ફટકારવામં આવશે. પાલતુ કૂતરાનું વંધ્યીકરણ અને એન્ટિરેબીઝ રસીકરણ ફરજિયાત છે. જો તેનું પણ પાલન કરી થાય તો 1 માર્ચ, 2023 થી દર મહિને 2,000 રૂપિયાનો દંડ થશે. ઓથોરિટી AOA, RWA અને ગ્રામજનોની સંમતિથી પોતાના ખર્ચે ડોગ શેલ્ટર બનાવવામાં આવશે. જેમાં બીમાર, ઉગ્ર અને આક્રમક શ્વાનને રાખવામાં આવશે. RWA,એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) આશ્રયસ્થાનની જાળવણી માટે જવાબદાર રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે