મોંઘવારીનો ડબલ માર, દૂધ બાદ ખાદ્ય તેલના ભાવમાં ફરી થયો વધારો, જાણો કેટલા રૂપિયાનો કરાયો ભાવ વધારો


  • Published By :
  • Published Date : 2023-04-06 09:24:40

દિવસેને દિવસે મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. મધ્યમવર્ગીય પરિવાર માટે વધતી મોંઘવારી અસહ્ય બની ગઈ છે. થોડા દિવસો પહેલા અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ ગઈ કાલે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા હતા. ત્યારે ફરી એક વખત ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. માત્ર ત્રણ દિવસની અંદર સિંગતેલના ભાવમાં 90 રુપિયા સુધીનો વધારો થયો છે. આ સાથે જ સિંગતેલના ભાવ ડબ્બે 2910-2960 આસપાસ પહોંચી ગયા છે. કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   


સતત વધતી મોંઘવારીને કારણે ખોરવાયું ગૃહિણીનું બજેટ   

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. રોજ સવારે મોંઘવારીના સમાચાર સાંભળવા હવે સામાન્ય થઈ ગયું છે. થોડા સમય પહેલા દૂધના ભાવમાં વધારો થયો હતો ત્યારે આજે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બામાં 30 રૂપિયાનો ભાવ ઝીંકાયો છે. તે ઉપરાંત અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે.કપાસિયા-પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે સનફ્લાવર તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.      



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.