ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-01-15 21:06:28

ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ અંતે રાજીનામું આપી દીધું છે, ખીમાણીએ હટવું પડે એ પહેલાં તેમણે રાજીનામું આપી  દેવાનું મુનાસિબ માન્યું છે. કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમના રાજીનામાનો તત્કાળ સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ આજે 15 જાન્યુઆરીએ કુલનાયક પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર આગામી તારીખ 17 મી ફેબ્રુઆરી સુધીમાં ડૉ. રાજેન્દ્ર ખીમાણીને કુલનાયકના હોદ્દા પરથી ખસેડવા પડે એ નિશ્ચિત હતું. આ સંભાવનાને પગલે જ ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ આજે રાજીનામું આપી દીધું છે. 


UGCએ ઠેરવ્યા હતા ગેરલાયક


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ ડો.રાજેન્દ્ર ખીમાણીની કુલનાયક તરીકેની નિમણૂક ગેરલાયક ઠેરવીને તેમને પદ પરથી હટાવવાની ભલામણ વિદ્યાપીઠના કુલપતિને કરી હતી. યુજીસીની આ ભલામણ સામે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટે યુજીસીની ભલામણ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો અને હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)એ જે ભલામણો કરી છે તે યોગ્ય છે અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ યુજીસીની ભલામણના આધારે જ નિર્ણય કરે. ગુજરાત હાઇકોર્ટના આ આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણીને કુલનાયક પદેથી હટાવવાનો નિર્ણય લેવાના જ હતા એ દરમિયાન કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ પરિસ્થિતિનું પૂર્વાનુમાન કરીને આજે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પોતાનું રાજીનામું આપી દીધું છે. 


ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો


યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-યુજીસીની ભલામણ અનુસાર ગુજરાત હાઇકોર્ટના આદેશને પગલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો છે અને ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગુજરાત વિદ્યાપીઠના વરિષ્ઠ પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.