માતાજીની વેશભૂષા ધારણ કરી દિકરીઓ ગરબે ઘૂમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 15:05:03

નવરાત્રીના પર્વ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આસો નવરાત્રી દરમિયાન ગરબાનું વિશેષ મહત્વ રહેલુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા ઘૂમવામાં આવે છે. અલગ અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વાગડ વિસ્તારમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ શક્તિના નવ રુપો ધારણ કરી ગરબે ઘૂમ્યા હતા. 

વિવિધ દેવીઓનું રુપ લઈ ખેલૈયાઓએ કર્યા ગરબા  

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીના નવ  સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. એક તરફ શહેરમાં જ્યાં ખેલૈયાઓ ડીજેના તાલે ગરબા રમે છે તો ભચાઉ તાલુકાના વાઢિંયા ગામે પોતાની પરંપરા જાળવી રાખી છે. જે અંતર્ગત નવદુર્ગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના હાઈટેક જમાનામાં પણ લોકો પોતાની પરંપરાને ભૂલ્યા નથી. ખેલૈયાઓઅ આગવી શૈલીમાં સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાની રમઝટ બોલાવી હતી. વાગડ વિસ્તારના વાઢિંયા ગામ સહિત આસપાસના ગામોમાં પણ આધ્ય શક્તિના ભક્તિ રંગમાં અબાલ વૃધ્ધ સૌ કોઈ રંગાઈ ગયા હતા. ત્યારે ભચાઉ તાલુકાના વાઢિંયા ગામમાં શ્રી દેવડા પરિવાર મહાકાલી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત પટેલ સમાજ દ્રારા નવદુર્ગાના સ્વરૂપ રુપે નાની બાળાઓ દુર્ગાની વેશ ભૂષામાં ગરબા રમતા જોવા મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે