દિલ્હીના સુલ્તાનપુરીમાં યુવતીનું દર્દનાક મોત, અકસ્માત બાદ 10 કિમી સુધી કાર સાથે ઢસડાઈ


  • Published By :
  • Published Date : 2023-01-01 20:21:47

દેશની રાજધાની દિલ્હીની બહાર રૂવાડાં ઉભા કરી દે તેવી ઘટના બની છે. દારૂના નશામાં ચકચુર બનેલા અને બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી પર સવાર છોકરીને ટક્કર મારી હતી. બલેનો કારથી યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડવામાં આવતા છોકરીનું દર્દનાક મોત થયું હતું. મૃતક યુવતીના કપડાંના પણ લીરેલીરા ઉડી જતા તે નગ્ન થઈ ગઈ હતી. 


પાંચેય આરોપીઓની ધરપકડ


દિલ્હી સ્થિત સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવતીના શબનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી છે. આરોપીઓનું કહેવું છે કે તે શરાબના નશામાં હતા અને કારમાં ઉંચા અવાજમાં મ્યુઝિક સાંભળતા હતા. આ જ કારણે તેમને યુવતી કારમાં ફસાઈ છે તે અંગે ખબર પડી ન હતી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે આ ઘટના અંગે કહ્યું હતું કે પકડાયેલા યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે. દીપક ખન્ના, કૃષ્ણ, અમિત ખન્ના, મિથુન અને મનોજ મિત્તલ નામના નબીરાઓએ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.