રાજ્યમાં આગામી 3-4 દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે, કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી


  • Published By :
  • Published Date : 2023-02-09 15:19:57

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં જોરદાર પરિવર્તન આવેલું જોવા મળી રહ્યું છે. લોકોને દિવસે ગરમી અને રાત્રે ઠંડીની અનુભૂતી થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 72 કલાક બાદ તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બેવડી ઋતુનો  અનુભવ થઈ રહ્યો છે


બેવડી ઋતુનો અનુભવ થશે


રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉંચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


કેટલાક શહેરોમાં માવઠાની આગાહી 


હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે