ભારે વરસાદને કારણે Gujaratની અનેક નદીઓ ગાંડીતૂર બની! કડાણા ડેમમાં પાણી આવતા મહી નદીમાં છોડાયું આટલા ક્યુસેક પાણી


  • Published By :
  • Published Date : 2023-09-18 12:40:01

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ડેમની સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીની આવક થતાં જળસપાટી મહત્તમ લેવલ પર પહોંચી છે પરંતુ ગુજરાતના અનેક એવા ડેમો છે જ્યાં પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવક થતા ડેમનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. દેશભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થવાને કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે. કડાણા ડેમમાંથી 3 લાખ 75 હજાર ક્યુસેક જેટલું પાણી સતત મહીનદીમાં છોડવામાં આવ્યું છે.


 મહીસાગર: આણંદમાં મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. મહીસાગર નદીકાંઠાના 22 ગામોને એલર્ટ અપાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા મહી ગાંડીતૂર બની છે. આંકલાવનું બામણગામ, ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. અનેક લોકો ફસાતા SDRFની ટીમો તૈનાત કરાઈ છે. SDRFની ટીમે 24 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેટલાય ગામોમાં ગાય-ભેંસ-બકરાં સહિત પશુ તણાયા છે. અધિકારીઓ ફરજ પર સતર્ક રહેવા સુચના અપાઈ છે.

સરદાર સરોવર ડેમ બાદ કડાણા ડેમ પાણીથી છલોછલ!

આપણે ત્યાં કહેવાય છે ભાદરવો ભરપૂર... ભાદરવા મહિના દરમિયાન સારો વરસાદ જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે પણ ભાદરવા મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરના વધામણા અનેક જગ્યાઓ પર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. સરદાર સરોવર ડેમમાં તો પાણીનો જથ્થો આવ્યો છે. અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.  

 મહીસાગરમાં પાણી છોડાતા આણંદમાં મહી નદી બે કાંઠે વહી રહી છે. ગંભીરા ગામના નીચાણવાળા વિસ્તારમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. આંકલાવ તાલુકાનું ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોનાં જીવ તાડવે ચોંટ્યા છે. ગામમાં અચાનક પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મોડી રાત્રે 17 લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નદીમાં પાણી આવતા તંત્ર બન્યું એલર્ટ! 

કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મળતી માહિતી અનુસાર કડાણા ડેમની જળસપાટી 415 ફૂટ પહોંટી છે. 3 લાખ 75 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા છે. મહીસાગર જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીની આવક થતાં તંત્ર પણ ખડેપગે જોવા મળ્યું છે. પોલીસની મદદથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.