વધતી ઠંડીને કારણે વધ્યા તાવ, શરદી-ઉધરસના કેસ, અમદાવાદમાં નોંધાયા આટલા કેસ


  • Published By :
  • Published Date : 2023-01-19 12:23:57

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યો છે. અમદાવાદમાં પણ તાપમાન 7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ત્યારે કડકડતી ઠંડીની અસર લોકોના શરીર પર પડતી નજરે પડી રહી છે. અમદાવાદમાં શરદી અને તાવના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. એક આંકડા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં શરદી-ઉધરસ અને તાવના 2300 કેસ સામે આવ્યા છે. આટલા બધા કેસ નોંધાવાને કારણે ઓપીડીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.


વધી રહ્યા છે તાવ અને શરદી-ઉધરસના કેસ 

અમદાવાદમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને કારણે લોકો ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. ઠંડી વધવાને કારણે લોકોના શરીર પર ઠંડીની ખરાબ અસર પડી રહી છે. તાવ અને શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એક જ દિવસમાં શરદી ઉધરસ તાવના 2300 જેટલા કેસ નોંધાયા છે. તાવના 700 કેસ સામે આવ્યા છે જ્યારે શરદી ઉધરસના 1600 જેટલા કેસ નોંધાયા છે. સતત વધતી ઠંડીને કારણે લોકો તાવ શરદીના દર્દી થઈ રહ્યા છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે દર્દીઓનો આંકડો 

તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તરભારતથી આવતા ઠંડી હવા તેમજ શીતલહેરને કારણે અનેક લોકો તાવ શરદી ઉધરસનો ભોગ બની રહ્યા છે. એક તરફ ઠંડી વધી રહી છે જેને કારણે દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. એક જ દિવસમાં 2300 કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તો આ દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.     

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે